Sudama Charitable Strust

અમારી સંસ્થા વિશે

Play Video

••• પરિચય•••

કોરોના કાળની કારમી દ્વિતિય લહેર દરમ્યાન કોવિડ–૧૯ વાયરસથી પીડીત દર્દીઓને પોતાના માનીને ૪૫ દિવસ-રાત કરતા પણ વધુ સમય માટે સુદામા ચોક, કોમ્યુનિટી હોલમાં સર્વ સુવિધાયુકત કોવિડ આઈસોલેશન સેન્ટર ઉભુ કરીને દર્દીઓને વિનામૂલ્ય સારવાર અને સેવા આપી હતી. તેમાં સહયોગી એવા અનેક નામી અનામી ડોકટરમિત્રો, નર્સીગ સ્ટાફ, સમાજ અગ્રણીઓ, સ્વયં સેવકો અને ઉદારદિલ દાતાશ્રીઓ તરફથી સહકાર પ્રાપ્ત થયેલ. આ સેવાયજ્ઞની નોંધપાત્ર સફળતા પછી આ અગ્રણીઓ અને સેવાકિય યુવા મિત્રોએ સાથે મળીને સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ ની વિધિવત સ્થાપના કરવામાં આવેલી..

... નવો સેવાકીય યજ્ઞ ...

માનવ સેવાની આરોગ્ય ફલકમાં એક નવી કલગી ઉમેરીને “સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ”ની ટીમ દ્વારા મેડિકલ સેવાના ભાગરૂપે વ્હીલચેર, વોકર, વોક સ્ટીક, રીવોલ્વીંગ બેડ, ટોયલેટ ચેર વગેરે દર્દીને સહાયક સેવા સાધનો દર્દીને જરૂરી હોય તેવા સમયગાળા સુધી વિનામૂલ્ય વપરાશ માટે આપશે. જેથી ટૂંકા ગાળાની જરૂરીયાત માટે પરિવારજનોએ આવા મોંઘા સાધનો પોતાના ખર્ચે વસાવવા ન પડે. અમે આ સેવા નો શુભારંભ ૭૫ માં સ્વાતંત્ર્યદિનનાં દિને કર્યો.

સુદામા ચેરી. ટ્રસ્ટ તમારા જેવા લોકોના પરોપકારી યોગદાન પર કાર્ય કરે છે. તમારા દાન અમને વધુ જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચવામાં અને તેમના ઉત્થાન માટે નવા કાર્યક્રમો બનાવવામાં મદદ કરે છે.

સુદામા ચેરી. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિઓ