કોરોના કાળની કારમી દ્વિતિય લહેર દરમ્યાન કોવિડ–૧૯ વાયરસથી પીડીત દર્દીઓને પોતાના માનીને ૪૫ દિવસ-રાત કરતા પણ વધુ સમય માટે સુદામા ચોક, કોમ્યુનિટી હોલમાં સર્વ સુવિધાયુકત કોવિડ આઈસોલેશન સેન્ટર ઉભુ કરીને દર્દીઓને વિનામૂલ્ય સારવાર અને સેવા આપી હતી. તેમાં સહયોગી એવા અનેક નામી અનામી ડોકટરમિત્રો, નર્સીગ સ્ટાફ, સમાજ અગ્રણીઓ, સ્વયં સેવકો અને ઉદારદિલ દાતાશ્રીઓ તરફથી સહકાર પ્રાપ્ત થયેલ. આ સેવાયજ્ઞની નોંધપાત્ર સફળતા પછી આ અગ્રણીઓ અને સેવાકિય યુવા મિત્રોએ સાથે મળીને સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ ની વિધિવત સ્થાપના કરવામાં આવેલી..